કવિતાઓ એ ‘કુમાર’નો સબળ વિભાગ હતો. કવિતા લખવા શીખતો વિદ્યાર્થી અંકોમાંથી ઘણું મેળવી શકે.

કેટલાયે જાણીતા કવિઓમાં કવિ હરિશ્ચન્દ્ર ભટ્ટ એક હતા.

એમનું આ એક કાવ્ય ‘જુડાસને’ ઇ.સ.1945એપ્રિલમાં છપાયેલું

ઇસુના બાર શિષ્યોમાંનો એક જુડાસ. દ્રવ્ય-પૈસાના લોભથી એ ઇસુને પકડાવી દે છે, જે ઇસુ માટે ઘાતક બને છે. ઇસુનો આ વહાલો શિષ્ય, ઇસુના વધ પછી પસ્તાય છે, ખોટું કર્યાનો અહેસાસ થાય છે. છેવટે જુડાસ મળેલું એ દ્રવ્ય ફેંકી આપઘાત કરીને મુઓ. એ કાવ્ય :

જુડાસને

બેય હાથ અભયે ઉંચા કરી

સ્વસ્તિમંત્ર દઇને મર્યો ઇસુ.

તારું મૃત્યુ અણપ્રીછ્યું શે જતું ?

એક વાત સહુ ભૂલતા હતા:

મૂલ્ય દ્રોહનું ફગાવ્યું તેં હતું.

મૂર્ખ તું, ધનિકનો ગુલામ થૈ

મૂર્ખ તું, થઇ ગુલામ ધર્મનો

આત્મઘાત કરતો હણાઇને.

જાહ્નવી નયનની વહી જતી હતી

તેં ભૂલ્યું જગત, કેમ હું ભૂલું ?

રુદને વ્રણ ભલે રુઝાય સૌ

ઘા ભૂલાય નહિ જીવને કદી.

દોષ શો દઉં તને, જુડાસને ?

દ્રોહી કોણ નથી જીવને થયું ?

—-આ કાવ્ય સાથે ‘કુમાર કોષ’માં ઊમેરાયેલા ચિત્ર એ પ્રસંગને તાદશ્ય કરે છે. આ ઉમેરણ વાચકોને અવશ્ય પસંદ પડશે.

 

Advertisements

1 Response to “જુડાસને : કવિ – હરિશ્ચન્દ્ર ભટ્ટ”


  1. 1 Bharat T.Kajaria
    મે 8, 2011 પર 3:59 પી એમ(pm)

    Dear Sir
    Kumar,Magazine, I like this website, Now I would like to know how I can see each magazine of Kumar on net.Pl. guide Dt.8.5.11


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 9,302 hits

સંગ્રહ

જુલાઇ 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Advertisements

%d bloggers like this: