જુદા જુદા સમયે લખાયેલા સેંકડો વિચારપત્રોના સંચયમાંથી ચૂંટેલાં કેટલાંક લેખો,

‘પાન ખરે છે ત્યારે…’  –મારા આ પુસ્તકને બહોળો આવકાર મળ્યો છે તેથી પ્રેરાઈને તેમાનાં લેખો ક્રમશ: અહીં આપવાનું મન થાય છે.

–––––––––––––––––––––––––––––––––––––

એક અભિપ્રાય…….

નવી પેઢી માટેનું ઉત્તમ નજરાણું

ભાઈ શ્રી રમેશ શાહના ટચૂકડા વિચારપત્રો ‘પાન ખરે છે ત્યારે…’ પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થઈ રહ્યાં છે ત્યારે હું એને બે કારણે આવકારું છું. પહેલું કારણ આધુનિક યુગમાં જીવનનો સાચો અર્થ અને મર્મ સમજાવે તેવી વિચારપ્રેરક વાચનસામગ્રીની આવશક્યતા છે. અને બીજું કારણ એ છે કે રમેશ શાહ દ્વારા સર્જાયેલાં વિચાર પત્રો હવે એક સાથે વાંચવાં ઉપલબ્ધ બનશે.

‘ગુજરાતમિત્ર’ ના ‘ચર્ચાપત્રો’ વિભાગમાં એમનાં તીક્ષ્ણ અવલોકન તથા ઊંડા ચિંતનમાંથી જન્મેલાં ચર્ચાપત્રો અવારનવાર પ્રગટ થતાં રહ્યાં છે અને વાચકોની ભૂરિ ભૂરિ પ્રશંસા પણ પામ્યા છે. મેં વિશેષપણે નોંધ્યું છે કે રમેશ શાહે કયારેય લખવા ખાતર નથી લખ્યું. જયારે એમણે ખાસ કંઈ કહેવાનું હોય, કોઈ સંદેશો આપવાનો હોય કે માણસો અને સમાજની ખાસિયતો અંગે ટીકા-ટિપ્પણી કરવાની હોય ત્યારે જ લખ્યું છે. એમના લઘુ નિબંધોની કેટલીક વિશેષતાઓ આંખે ઊડીને વળગે તેવી છે. તેઓ પોતાનાં અવલોકનો કે ચિંતનને શક્ય એટલા ઓછા શબ્દોમાં વ્યકત કરવાની અદ્ભુત કુશળતા ધરાવે છે. લાઘવ એ એમના વિચારપત્રોની ખૂબસૂરત લાક્ષણિકતા છે. ટૂંકા અને ચોટદાર વાક્યો દ્વારા તેઓ પોતાના વિચારને એટલી તો અસરકારક રીતે વ્યક્ત કરે છે કે વાંચનારના હૃદયને સ્પર્શી જાય અને મનમાં સોંસરવા ઉતરી જાય. એમનો એક પણ વિચાર એવો નથી કે વાંચ્યા પછી તમારા મનમાં ખળભળાટ પેદા ન કરે. એમના કોઈ પણ વિચારને વાંચ્યા પછી માણવાનું અને વાગોળવાનું ગમે જ ગમે. એમની કોઈ પણ કૃતિ વાંચ્યા પછી મને પહેલો ભાવ એ જન્મ્યો છે કે, ‘અરે, આ તો મારી જ વાત છે ! મારા વર્તન-વ્યવહારનું અવલોકન કર્યા પછી જ એમણે આ લખ્યું લાગે છે, મારે હવે સુધરવું પડશે !’ હા, જેમને પોતાના જીવનની ગુણવત્તા સુધારવામાં રસ છે, જેમને શ્રેષ્ઠ જીવનશૈલી વિકસાવવામાં અભિરુચિ છે, જેઓ પોતાના સંતાનોને સંસ્કારનો વારસો આપી જવા ઇચ્છે છે અને જેઓ પોતાના વર્તન-વ્યવહારનું પૃથક્કરણ કરી, આત્મ વિશ્લેષણ દ્વારા આત્મોત્થાનના માર્ગે પ્રયાણ કરવા ઇચ્છે છે તેવા હર કોઈને આ વિચારગ્રંથ પથદર્શક બનવાની ગુંજાઈશ ધરાવે છે.

આધુનિક યુગ એવો અભિશાપ લઈને આવ્યો છે કે પરિવારો તૂટતા જાય છે, માણસો અશાંત અને અનેકવિધ માનસિક યાતનાઓ વચ્ચે જીવી રહ્યા છે. નવી પેઢીને ગુમરાહ થવા માટેનાં નિમિત્તો ઘરનાં દ્વાર ખોલતાંની સાથે પ્રાપ્ત થઈ જાય છે તેવા સમયે ‘પાન ખરે છે ત્યારે…’નું આગમન આશીર્વાદરૂપ પુરવાર થશે એવું હું નિઃશંકપણે માનું છું.

લેખકે આ સત્ત્વશીલ વિચાર પુસ્તિકા આપણા મૂર્ધન્ય કવિ શ્રી જયન્ત પાઠકને, સુખ્યાત કલાગુરુ શ્રી વાસુદેવ સ્માર્તને તથા નખશીખ સજ્જન, આધ્યાત્મ પુરુષ શ્રી ફીરોઝ સરકારને અર્પણ કરી તેમાં ભારોભાર ઔચિત્ય વર્તાય છે. આ પુસ્તિકામાં સમાવિષ્ટ પ્રત્યેક વિચારપત્રના શીર્ષક પર નજર ફેરવવામાત્રથી સમજાય છે કે જીવનની ગૂઢ ફિલસૂફીને સરળતાથી સમજવામાં તે ઉપકારક નીવડી શકે એમ છે. એમના એક વિચારપત્રનું શિર્ષક છે, ‘મફત મેળવેલું નડતું નથી પરંતુ મફત મેળવવાની વૃત્તિ નડે છે’ આ પત્રમાં લેખક નોંધે છે : ‘નાની નાની ચોરીથી ભ્રષ્ટ થતો માણસ પોતાની જાતનો શતમુખ વિનિપાત નોતરે છે ! મફત લેવું એ પણ ચોરી છે એ સમજી લેવા જેવું છે.’ બીજા એક લઘુનિબંધનું શીર્ષક છે, ‘પંથ ઘણાં છે, ધર્મો તો બે જ : ગરીબ અને પૈસાદાર !’ અહીં લેખક પોતાનું વેધક અવલોકન આ રીતે નોંધે છે : ‘પૈસો વધવા લાગે પછી એના વધવાનો અંત હોતો નથી. લગ્નપ્રસંગોના રજવાડી ઠાઠ એવા જોવા મળે કે ઇન્દ્રલોકની સમૃદ્ધિના છોળ પણ ઝાંખા પડે ! રાજસત્તા કે એવાં કોઈ માતબર સ્થાનો પર બેઠેલાનું એક જ ધ્યેય હોય – પૈસો કેમ એકઠો કરવો ! સાંભળ્યું છે – કોઈ એક મિનિસ્ટર રોજના એક કરોડ રૂપિયા પોતાની અંગત મૂડીમાં વધારતા, એ એક દિવસ હાર્ટ – ઍટેકના હુમલાથી આ દુનિયા છોડી ગયા – સાથે ધનના ઢગલાં પણ અકબંધ છોડતા ગયા ! ‘Abu Ben Adam’ કાવ્યમાં દેવદૂત, ઇશ્વરને પ્રિય એવાઓની યાદી બનાવે છે ત્યારે ગરીબ અબુ પૂછે છે, ‘And is mine one ?’ અને બીજી રાતે દેવદૂત ફરી આવે છે – યાદી લઈને… ‘And lo !  Ben Adam’s name led all the rest.’ ધનની પાછળ આંધળી દોટ મૂકતા માણસો માટે આ વિચારપત્ર હૃદયસ્પર્શી સંદેશ ધરાવે છે. આવી તો ઘણી ડહાપણની વાતો આ પુસ્તકામાં ઠેર ઠેર પથરાયેલી જોવા મળશે. મને સૌથી વધુ ગમી ગયેલો લેખ આ પ્રમાણેનું શીર્ષક ધરાવે છે : ‘જિંદગી કયા હૈ, કિતાબો કો હટા કર દેખો !’ આ ઉત્કૃષ્ટ કક્ષાના વિચારપત્રમાં રમેશ શાહે જિંદગીની પાઠશાળાનું મહત્ત્વ સમજાવવાની કોશિશ કરી છે. આ લેખનો પ્રારંભ જ કેટલો કાવ્યમય છે : ‘ગુજરાતીના જાણીતા લેખક સુરેશ જોષીનું કથન છે; ‘કવિતા મરવાની થાય ત્યારે એ પાઠ્યપુસ્તકમાં છપાય !’ લેખક આગળ નોંધે છે : જિંદગી શું છે તે તો આપણે જાતે જ જાણવાનું છે. શાળા કે કૉલેજમાં જઈ શું શીખવાનું ? ગણિત ગણી ગણીને આંગળાનાં વેઢા જ ઘસવાનાં ને ? ઇતિહાસમાં તો બીજા કો’કની જિંદગી જાણવા મળે, એમાં આપણે શું ? ભૂગોળમાં પણ અજાણી ધરતીની વાતો હોય, મારા ગામના પાદરની માટીની સોડમ એમાં થોડી આવે ?’ નવી પેઢીના તેજસ્વી અને આશાસ્પદ યુવાન યુવતીઓને જિંદગીના મહત્ત્વના પાઠો – જે મહાવિદ્યાલયોમાં અને વિશ્વવિદ્યાલયોમાં શીખવાતા નથી – આ વિચાર પુસ્તકામાંથી વાંચવા – શીખવા મળશે એવી મને શ્રદ્ધા છે.

આ વિચાર પુસ્તકામાં સ્થાન પામેલા કેટલાક નિબંધોનાં શીર્ષક પર નજર ફેરવવા માત્રથી એનું ઉપયોગિતા મૂલ્ય ધ્યાનમાં આવી જાય એમ છે :

— ‘ચાલશે’ એમ કહેનાર અટકી જશે અને ‘નહીં ચાલે’ કહેનાર દોડતો રહેશે !

— ગુસ્સો એ અહંકારમાપક યંત્ર છે !

— ભરપેટ ભોજન પછી થાળ હટાવીએ એ વૈરાગ્ય છે ?

— કાલ કોણે જોઈ છે ?

— જેવો અરીસો તેવું પ્રતિબિંબ

— ‘કંટાળો’ એ સારા પાક માટેનું ખાતર છે

શ્રી રમેશભાઈ શાહનો સમાજજીવનનો વ્યાપક અનુભવ તથા વાંચન દ્વારા પ્રાપ્ત થયેલું શાણપણ એમના પ્રત્યેક નિબંધમાં પ્રતિબિંબિત થાય છે. એમની ભાષા સહજ છે તેથી વાચકને વાંચતી વખતે ભાર નથી લાગતો. અલબત્ત, એમાં એમના ઝાલાવાડ (સૌરાષ્ટ્ર)ની ધારદાર અને મર્માળી ભાષા પણ ભળી છે જ. મેં પૂર્વે નોંધ્યું છે તેમ એમણે જે કાંઈ પણ લખ્યું છે તે બધું હેતુપૂર્વક લખ્યું છે. હું ઇચ્છું છું કે આ સાહિત્ય, શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓના માધ્યમથી નવી પેઢીના સભ્યો સુધી પહોંચે. આપણા ધર્મ સંબંધી પુસ્તકો દુર્બોધ છે તેથી યુવાન યુવતીઓ તેને વાંચવાથી કતરાય છે પરંતુ આ પુસ્તકાની વાત જુદી છે. એમાં નૈતિક અને આધ્યાત્મક મૂલ્યોની ચર્ચા સુંદર તથા આકર્ષક શૈલીમાં થયેલી છે. શ્રી રમેશ શાહના નિબંધોનું અધ્યયન કોઈ પણ વયના નાગરિક માટે ‘નિરંતર શિક્ષણ’ કે ‘આજીવન અધ્યયન’ નો ભાગ બને છે. હું લેખકને એમના જીવનોપયોગી સર્જન માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું. મને ઊંડી શ્રદ્ધા છે કે ભવિષ્યમાં શ્રી રમેશભાઈ શાહ તરફથી આપણને આવી જ શ્રેષ્ઠ કૃતિઓ પ્રાપ્ત થતી રહેશે.

ડૉ. શશિકાંત શાહ

પ્રોફેસર અને અધ્યક્ષ શિક્ષણ વિભાગ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત – ૩૯૫૦૦૭

ફેબ્રુઆરી ૦૧ – ૨૦૦૮

––––––––––––––––––––––––––––

લેખ – પહેલો :  ઝાડનું એક પાન ખરે છે ત્યારે …

તોફાન, રમખાણ, ખૂનામરકી આ બધું હવે શાંત થયું છે. હવે હાશ થઈ !

છાપાંઓમાં રોજ રોજ એની છણાવટ આવતી રહેશે. માનવતાના પ્રસંગો કે નિર્દયતાના બનાવો ઘૂંટાતા રહેશે; વલોણું થતું રહેશે.

એમાંથી શું તરી આવશે ? આંગળી ક્યાં ચીંધાશે ? શંકાની સોય કોના ઘરની દિશા બતાવશે ?

એ આંગળી મારા તરફ ચીંધાઈ તો ? શંકાની સોય મારા ઘરની દિશા બતાવશે તો ?

ના રે ! એવું તે કાંઈ થાય ? હું તો સભ્ય સમાજમાં રહી સભ્યતાથી વર્તીને શાંતિભર્યું જીવન ગુજારું છું.

મારા જેવા નિર્દોષને, આ બધું જે બની રહ્યું છે તેનો જવાબદાર ઠેરવવો એ કેવો અન્યાય ?

આ અન્યાય નથી; નિયમ છે.

ખલીલ જિબ્રાન પ્રૉફેટ હતા. ચિંતન-કણિકાઓમાં એમણે દુનિયાદારીનું ભાન કરાવ્યું છે.

પોતાને નિર્દોષ અને ભલાં-ભોળાં માનતા લોકો માટે એમણે કહ્યું છે :

‘… અને જેમ ઝાડનું એક પણ પાંદડું આખાયે ઝાડની મૂંગી જાણ વિના પીળું પડી શકતું નથી, તેમ ગુનેગાર તમારી સર્વેની ગુપ્ત સંમતિ વિના ગુનો કરી શકતો નથી…

… મરનાર પોતાના ખૂન માટે બેજવાબદાર નથી અને લૂંટાનાર લૂંટાવા માટે નિર્દોષ નથી.

… અને સાફ દેખાતાં હાથ વાળો પણ પાપીના કર્મોમાં નિષ્કલંક નથી.’

Advertisements

2 Responses to “પાન ખરે છે ત્યારે…”


 1. 1 rajnikant shah
  જાન્યુઆરી 3, 2010 પર 9:57 એ એમ (am)

  THIS IS A GOOD ATTEMPT TO ENJOY WHAT WE READ BEFORE 25TO 30 YEARS.
  ‘KUMAR’ NEED NOT BE PRAISED FORM WHAT IT WAS, IS ,AND, WILL BE.
  IT IS TO BE EXPREINCED.
  IT IS SAD THAT WE CAN AFFORD A MOVIE IN MULTIPLEX BUT DO NOT SUSCRIBE KUMAR!
  REGARDS AND CONGRATULATIONS FOR KUMARKOSH.

  • 2 Nilesh Chacha
   જૂન 12, 2010 પર 5:35 પી એમ(pm)

   I fully endorse Shri Rajnikantbhai Shah. the only thing i would like to suggest that we all feel bad about certain things but we hardly come out openly and tell other to look in to let them have their own decision but they will also certainly think in /on this line someday some where… wishing every good….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

 • 9,302 hits

સંગ્રહ

જુલાઇ 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Advertisements

%d bloggers like this: