30
નવેમ્બર
09

મોટો ચોર અને નાનો ચોર

મોટો ચોર અને નાનો ચોર

છાપાંમાં એક ખબર પ્રકટ થયા હતા કે, પોલીસે કલ્યાણના એક દવાના કારખાના ઉપર છાપો મારીને એક લૉરી ભરીને નકલી માલ જપ્ત કર્યો. આ કારખાનામાં લોકોમાં વિશ્વાસપાત્ર નીવડેલી અનેક મોંઘી દવાઓ ‘બનાવવા’માં આવતી હતી. જપ્ત થયેલા માલમાં અસ્સલ જેવા બનાવટી લેબલો પણ હતા. ફ્રેંચ ચૉક, રંગીન પાઉડર વગેરેમાંથી દવાઓ તૈયાર થતી હતી. અન્ય એક સમાચાર પ્રકટ થયેલા કે એક પેટ્રોલ પંપમાંથી લીધેલા પેટ્રોલમાં મોટો ભાગ ઘાસલેટનો હતો.

બનાવટી દવા બનાવનારાઓએ દર્દીના જીવન સાથે રમત રમી પૈસા મેળવ્યા. બનાવટી પેટ્રોલના વપરાશથી મોંઘા યંત્રો બગડી ગયા હશે કે કાર્યક્ષમતા ઓછી થઈ હશે. આ લબાડ લોકોની પોલ બહાર પડી તેથી આપણે તેના ઉપર ખીજ કાઢીએ છીએ ને તેને ‘સમાજના કંટક’ ગણીએ છીએ.

પણ ઉપરના દવાના કારખાના ને પેટ્રોલ પંપવાળાનું અનુકરણ આપણે સામાન્ય લોકો પણ પોતાની શક્તિ અનુસાર કરતા જ હોઇએ છીએ ! રસ્તા વચ્ચે વાહન ઊભું રાખવું, આગગાડીના ડબામાં બીજાને ઊભા રહેવાની પણ જગ્યા ન હોય ત્યારે આડા થઈને સૂવું, સમારંભમાં પોતે મોડું કરી બીજાને વાટ જોતા રાખવા, ગ્રંથાલયનાં પુસ્તકોમાંથી મહત્ત્વનાં પૃષ્ઠો ને ચિત્રો ફાડી લેવાં, આપણાં ઢોર-જનાવરને પાડોશીનાં વાડી-ખેતરમાં ચરવા ધક્કેલવાં વગેરે કૃત્યો દેખાવમાં ઓછાં નિરુપદ્રવી લાગે છે પણ તત્ત્વત: એ ખોટી દવા બનાવનારના વર્ગમાં જ આવે. ઘર ઉપર દરોડો પાડનાર ચોર ને હલકી કક્ષાનું સરકારી મકાન બાંધતો કૉંટ્રૅક્ટર એ બેમાં વસ્તુત: કોણ મોટો ચોર જે કોણ નાનો ચોર એ કહેવાય તેમ નથી. (‘કુમાર‘ અંક : 374 –ફેબ્રુઆરી-1955માંથી અંશ) 

‘કુમાર’ની આ વિશેષતાથી આપણે  પૂરા વાકેફ છીએ. મા-બાપે બાળકને જે સંસ્કાર રુપે આપવાનું હોય તે અહીં પાને પાને પથરાયું છે. ઉપરનું લખાણ આજે અડધી સદી વિત્યા પછી પણ એટલું જ જરુરી અને ઉપયોગી છે. શેનાથી બચવું ને શું કરવું એ બન્ને પીરાસાયું છે.  આવા ભયસ્થાનો તરફ આંગળી ચીંધી છે તો સાથે સાથે જીવનનો રાહ પણ ચીંધે તેવા જીવનચરિત્રો આપ્યા છે. નમૂના રુપ, બેન્જામિન ફ્રાંક્લિનનું ચરિત્ર વીસેક પાનાં જેટલું લંબાણથી આપ્યું છે. એ લેખનું એક પાનું આ સાથે છે. અને કોશમાં જે ઉમેરણ થયા છે તે ચિત્રો પણ સામેલ છે. (કોશમાં જૂદાં જૂદાં પાનાં પર પૂરી સાઈઝના 300/dpi)

Advertisements

0 Responses to “મોટો ચોર અને નાનો ચોર”  1. ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 9,196 hits

સંગ્રહ

નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    ડીસેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
Advertisements

%d bloggers like this: