02
ડીસેમ્બર
09

યજ્ઞ

યજ્ઞ

‘કુમાર’ માટે મારો ભક્તિભાવ છે એ ખરું.

કોઈ કોઈ મિત્રો તો મારી ટીકા પણ કરતાં રહે છે, કહે છે : —- ‘કુમાર’ તો ગઈ કાલના નાગરિકોનું માસિક છે.

મને એવું ક્યારે ય લાગ્યું નથી. જીવનમાં પણ ‘કુમાર’ ‘‘નોળવેલ’’ જેવું સિદ્ધ બન્યું છે. આ લાભ સહુને મળી શકે, મળે જ, એવી ભાવના મનમાં રહી છે. જેનું પરિણામ ‘કુમારકોશ’ છે.

આ સંદર્ભમાં, રવિશંકર મહારાજે ઘસાઈને ઊજળા થવાની વાત કહી છે એ અહીં ઉતારવા જેવું લાગ્યું છે.

એમની આ વાત ‘કુમાર’ (અંક:579 –માર્ચ:1972) આપણને આંગળી ચીંધીને શીખવે છે. જીવન ઘડતર માટેનો અગત્યનો પાઠ પણ છે. એમનાં જ શબ્દોમાં :

લોકો આપવા ને ઘસાવા તૈયાર હોય છે, સામાન્ય માણસ સ્વાર્થી પણ નથી, કે નિ:સ્વાર્થી પણ નથી. એ તો સંજોગોને આધીન હોય છે. જે દેખાય છે તે સ્વાર્થ એનો સ્વભાવ નથી, વિકૃતિ છે. 

હું લોઢાનો દાખલો આપું છું.

ગામડાનાં લોકો કહેશે કે લોઢાનો રંગ કાળો.

પણ જે ખેડૂત હશે તે કહેશે કે, લોઢાનો રંગ તો ચાંદી જેવો ધોળો હોય છે.

જેને કાળો રંગ દેખાય છે તે તો વિકૃતિ છે, મૂળ રંગ પર ચડેલો કાટ છે.

કાટ ઘસાઈ જાય ત્યારે લોઢું ચાંદી જેવું ચમકે છે. ઊજળું અને રેશમ જેવું સુંવાળું પણ હોય છે.

પણ જે ઘસાતું નથી તે કાળું હોય છે, ખડબચડું હોય છે અને એના ઉપરથી કાટની પોપડીઓ ઊખડે છે.

મને સંસ્કૃત નથી આવડતું. મારા યજમાનોને ય આવડે નહિ. સંસ્કૃતમાં યજ્ઞની શી વ્યાખ્યા હશે તે તો શી ખબર, પણ હું તો કહું છું કે યજ્ઞ એટલે ઘસાઈ છૂટવું. આપણે બીજા માટે કઈ રીતે ઘસાઈ છૂટીએ, ઘસાઈ ઊજળા થઈએ તે શીખવા જેવું છે. સમાજમાં ફેરફાર નહિ કરીએ તો હિંદનો અંત આવશે. માટે પહેલો ફેરફાર પોતામાં કરવો રહ્યો.

ઘરમાં દૂધ ઓછું હોય તો કોઈ એકલો પી જાય અને બીજાને કહે કે ‘દૂધ ઓછું હતું એટલે હું પી ગયો ’ –તો એ પારિવારિક ભાવના નહિ કહેવાય. જે છે તે વહેંચી લઈએ ત્યારે જ લક્ષ્મી વધશે. શક્તિશાળી હોઈશું તો શક્તિ પણ વહેંચીશું, ગરીબ હોઈશું તો ગરીબી.   —– રવિશંકર મહારાજ

Advertisements

0 Responses to “યજ્ઞ”



  1. ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 9,017 hits

સંગ્રહ

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: