04
ડીસેમ્બર
09

…અને હનુમાનજી લાલચોળ મોઢું કરી પ્રગટ ન થાય તો શું કરે ?

…અને હનુમાનજી લાલચોળ મોઢું કરી પ્રગટ ન થાય તો શું કરે ? 

‘કુમાર’ની શિક્ષણ આપવાની રીત ગંભીર વાતો અને નિબંધો થકી જ ન હતી.

‘પાઠ’ ભણાવવાની બીજી રીત પણ હોઈ શકે.

એમાં યે રામભક્ત હનુમાનજીની મદદ મળી જાય તો તો કામ સરળ થઈ જાય.

કવિ પ્રેમશંકર ભટ્ટનું આ કાવ્ય સરસ નમૂનો છે. (અંક : 130 – ઓક્ટોબર-1934) 

વાણીયો અને હનુમાન

સટ્ટાખોર વાણીયો મુંબાઇમાં રે’તો,

સાંજસવાર હનુમાનને હાથ જોડી કે’તો :

‘અંતરજામી બાપ ! તમે જાણો મારી પીડ,

પાંચસો જો અપાવો તો ભાંગે મારી ભીડ,

અપાવો તો રોજ આવી પાઠપૂજા કરૂં

શનિવારે પાઇપાઇનું તેલ લાવી ધરૂં.’

*   *   *

એક દા’ડો હનુમાનને એવી ચડી ચીડ,

પથ્થરમાંથી પેદા થયા, બોલ્યા નાખી રીડ,

‘પૂજારીનો ઓશીયાળો, ખાવા દે તો ખાઉં,

કેમ કરી ભૂંડા હું તે તારી વા’રે ધાઉં ?    

પાંચસોને બદલે આપે પાઇપાઇનું તેલ ?

પૂંછડું દેખી મૂરખ મને માની લીધો બેલ ?

પાંચસો જો હોય તો તો કરાવું ને હોજ ?

ભરાવું ને તેલ પછી ધુબાકા મારૂં રોજ !’

 

Advertisements

0 Responses to “…અને હનુમાનજી લાલચોળ મોઢું કરી પ્રગટ ન થાય તો શું કરે ?”  1. ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 9,196 hits

સંગ્રહ

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
Advertisements

%d bloggers like this: