04
ડીસેમ્બર
09

જેન્ટલમૅન

જેન્ટલમૅન

‘કુમાર‘ માસિકનું ઘડતર સાંગોપાંગ અને નખશીખ સુંદરતમ જેના હાથે થયું તે બચુભાઈ રાવત એમનું પોતાનું જીવન શાથી ઘડાયું તે લખે છે : (અંક : 528 – ડિસેમ્બર-1967)

ગોંડલની શાળામાંથી મેટ્રિક પાસ કરીને પૂનાની ફર્ગસ્સન કૉલેજમાં દાખલ થવા માટેની અરજી ગોંડલ રાજ્યના હજૂર શિરસ્તેદારની ઓફિસમાં આપી; કેમકે રાજ્ય તરફથી એ કૉલેજને અપાયેલા દાનપત્રની રુએ ગોંડલના વિદ્યાર્થીઓ માટે બધા પ્રકારની માફીનો પ્રબંધ હતો.

શિરસ્તેદાર પિતાના પરિચિત હતા. એમણે તેમની આગળ આનંદ વ્યક્ત કર્યો.

ઘેર ગયો ત્યારે વડીલે પૂછ્યું : ‘શું પરાક્રમ કરી આવ્યા છો ? મને શિરસ્તેદારે વાત કરી છે.’

મેં જવાબ આપ્યો : ‘કુટુંબની સ્થિતિ જાણું છું; ત્યાં તો બધા પ્રકારની માફી છે.’

સામો સવાલ આવ્યો : ‘પણ પૂના જવાના પૈસા ક્યાં છે ? અહીં કેળવણી ખાતામાં અરજી કરો. ઠાકોરસાહેબને વાત કરી છે. હાઇસ્કૂલમાં વીસ રૂપિયાના પગારે શિક્ષકની નોકરી મળી જશે.’

આગળ અભ્યાસ કરવાના ઉમંગને સોળ વર્ષની વયે લાગેલો એ આઘાત જેટલો યાદ રહ્યો છે, તેટલું જ અવિસ્મરણીય એક વાક્ય રહ્યું છે, જેને લીધે આઘાતમાંથી કળ વળીને પુરુષાર્થ કરવાની પ્રેરણા મળી.

મૅટ્રિકના વર્ગશિક્ષકે એક વાર એક સૂત્ર કહેલું :

Every man cannot be a Great Man, but every man can be a Gentleman.

અને એ ‘જેન્ટલમૅન’ની વ્યાખ્યા વિસ્તારીને કહેલું : અબજોની વસ્તીવાળી આ દુનિયામાં બધા જ માણસો મહાન ન થઈ શકે; નેપોલિયન કે શિવાજી, શેક્સપિયર કે શંકરાચાર્ય તો વિરલ જ હોય, પણ દરેક માણસ ‘જેન્ટલમૅન’ એટલે કે ઉત્તમ નાગરિક તો થઈ જ શકે; ને એ ઉત્તમ નાગરિક એટલે પોતાના નાનાસરખા ક્ષેત્રમાં પણ આપત્તિઓથી હાર ખાધા વિના, ખંત અને પુરુષાર્થપૂર્વક પોતાનું ધ્યેય હાંસલ કરી શકનારો સ્વસ્થ, શાણો ને સંસ્કારી પુરુષ.

ડાયરીમાં લખી રાખેલા એ સૂત્રે આઘાત સામે સંકલ્પ કરાવ્યો કે કૉલેજમાં ન જઈ શકાયું તો કાંઈ નહિ, પણ ગ્રેડ્યુએટ થવા જેટલું ગ્નાન મેળવી લેવું તો આપણા હાથમાં છે. એ સૂત્રે જીવનભર ઉમંગભેર ઉદ્યમ કરતા રહેવાની પ્રેરણા આપી છે.

 

Advertisements

0 Responses to “જેન્ટલમૅન”  1. ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 9,196 hits

સંગ્રહ

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
Advertisements

%d bloggers like this: