10
ડીસેમ્બર
09

ગ્લોબલ વૉર્મિંગ

ગ્લોબલ વૉર્મિંગ : આ શબ્દો હવે આપણા રોજિંદા જીવનમાં પ્રવેશી ચૂક્યા છે. જો કે એનો હાર્દ હજુ સુધી આપણામાં પ્રવેશી શક્યો નથી કારણ કે આપણું સંવેદનશીલ માનસ આપણા દેહના કદથી વધારે વિસ્તરી શક્યું નથી, એટલે આપણે ગ્લોબલ થઈ શકતાં નથી. રાત્રે દસ વાગ્યે મિત્ર-મંડળી જામી હોય, વાતોના તડાકા સાથે આઇસ્ક્રીમની લિજ્જત માણતાં માણતાં આપણે રાત્રિ-ભોજનથી શરીરને થતી હાણ સારી રીતે ચર્ચી શકીએ છીએ !

બચાવ માટે કહી શકાય કે ‘ગ્લોબલ વૉર્મિંગ’ –આ વિષયની ગંભીરતાની આપણને ગમ નથી. સદ્-ભાગ્યે જાણીતા લેખક ડૉ પરંતપ પાઠક આ વિષયનું તલસ્પર્શી જ્ઞાન આપવા માટે કટીબદ્ધ થઈ સરળતાથી સમજી શકાય તેવી અભ્યાસપૂર્ણ લેખમાળા ‘કુમાર’નાં પાનાં પર લઈ આવ્યા છે. ‘કુમાર’માં આ લેખમાળા 29 હપ્તામાં આવી, હજુ આગળ ચાલી રહી છે. આ વિષયની વિશદ સમજણ આ લેખમાળા જ આપી શકે. 2007ના જૂન મહિનાનાં અંકથી શરૂ થયેલી લેખમાળાના હપ્તા વાંચ્યા પછી ગ્લોબલ વૉર્મિંગના ઉકેલ માટે આપણે આપણા હિસ્સાનો ફાળો આપી શકવા સમર્થ થઈશું એ નક્કી છે. લેખમાળાની શરૂઆત લેખકે આમ કરી છે :

…આપણા પર્યાવરણના સંદર્ભમાં ‘ગ્લોબલ વૉર્મિંગ’ અત્યંત ગંભીર સમસ્યા છે. છેલ્લાં લગભગ વીસેક વર્ષોથી ભવિષ્યની આબોહવા વિષે વિજ્ઞાનીઓએ ગંભીર ચેતવણી આપી છે, જેની અવગણના કરવી હવે શક્ય નથી. મોટા ભાગના વિજ્ઞાનીઓ દ્દઢતાપૂર્વક માને છે કે ‘ગ્લોબલ વૉર્મિંગ’ માટે માનવીની પ્રવૃત્તિઓ જ મહદ્ અંશે જવાબદાર છે. ઉદ્યોગો તથા વાહનો દ્વારા વાતાવરણમાં ફેલાતાં પ્રદુષણને કારણે તથા દુનિયાભરનાં જંગલોનો મોટા પ્રમાણમાં નાશ થવાથી સમગ્ર પૃથ્વી પરની આબોહવામાં વિચિત્ર પરિવર્તનો થવાની સંભાવના છે……

Advertisements

0 Responses to “ગ્લોબલ વૉર્મિંગ”



  1. ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 9,017 hits

સંગ્રહ

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: