19
ડીસેમ્બર
09

જીવનચરિત્રોનો અણમોલ ખજાનો

પશ્ચિમની સરખામણીએ જેને ‘ઠીક’ કહી શકાય એવું જીવનચરિત્રનું એક પણ પુસ્તક હિંદમાં બહાર નથી પડ્યું. ઉચ્ચ સાહિત્યમાં ગણના થાય તેવા ચરિત્રોની તો શી આશા રખાય ? જ્હોન બૉસ્વેલનું લખેલું સેમ્યુઅલ જોનસનનું ચરિત્ર એ ચરિત્ર લેખનનો ઉત્તમ નમૂનો છે. આપણે ત્યાં રામાયણના રામ અને મહાભારતના અર્જુનથી માંડી શિવાજી, અહલ્યાબાઈ, લક્ષ્મીબાઈથી લઈને ઠેઠ ગોખલે ને ગાંધીજી સુધીના મહાન સ્ત્રી-પુરુષોમાં ‘સેમ્યુઅલ જોનસન’થી યે વ્યક્તિત્વ ઓછું છે ?

હિંદે આજ સુધીમાં અસંખ્ય સાધુઓ, ફિલસૂફો, સમ્રાટો, રાજપુરુષો, વિગ્નાનીઓ પેદા કર્યા છે. ચરિત્ર લેખક જ્હોન બૉસ્વેલ જેવો એકાદ ચરિત્ર-લેખક પણ તે પેદા કરી શકશે ? સાથે એ પણ લખ્યું છે કે સત્યના ભીષણ પ્રયોગો જેવા આત્મચરિતોનો આપણે ત્યાં દુકાળ છે.

‘કુમાર’ અંક 163 : જુલાઇ1937 માં છપાયેલ આ લેખ છે. ‘કુમાર’ તો આ વિચારને વળગી રહ્યું છે જ; અને પારાવાર જીવન-ચરિત્રો પણ આપ્યા છે, જીવન-ઘડતરમાં સહાયરુપ થાય એવા ચરિત્રો આપ્યા છે. હજારથી વધુ ચરિત્રો મુખ્ય લેખ તરીકે તો ખરાં જ, ઉપરાંત બીજા અઢી-ત્રણ હજાર પરિચયો ! કેવો અણમોલ ખજાનો !!!


0 પ્રતિભાવો to “જીવનચરિત્રોનો અણમોલ ખજાનો”



  1. ટિપ્પણી આપો

Leave a comment


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 50 other subscribers

શ્રેણીઓ

Blog Stats

  • 13,619 hits

સંગ્રહ

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031