03
જાન્યુઆરી
10

આ ડોસાને ઓળખ્યો ?

આ ડોસાને ઓળખ્યો ?

સંયુક્ત પરિવારની કલ્પના તો હવે ક્ષિતિજથી પણ ઘણે દૂર દૂર થઈ ગઈ છે. અરે ! ઇન-મીન-તીન વાળા પરિવારો પણ બરડ થઈ ગયા છે.

જ્યારે આ ડોસો, ત્રીસેક છૈયાં-છોકરાવનો દાદો ! ભર્યો પરિવાર. બધાં એની ફરતાં ઓળઘોળ ! આજે તો દાદાઓને ‘દાદા’ કહીને બોલાવનાર પોતરાંઓ ગેરહાજર છે, જ્યારે આવડા મોટા સંયુક્ત પરિવારનો માનીતો આ વડો.

આ દાદાને ખૂબ વહાલી એવી એની પૌત્રી ‘ખુડી’ આગ્રહ કરી કરીને આઇસ્ક્રીમ ખવડાવે છે; –એ વર્ણન વાંચો :

રાણીની છટાથી ખુડી બોલી : ‘જુઓ, એમ લેનબંધ બેસી જાઓ. દરેકને થોડું થોડું મળશે ! હાં બરાબર; બેસો હવે, આપું છું હો કે ?’ અને તે તેના વહાલા દાદા પાસે પહેલાં ગઈ.

‘દાદા, ઊંઘી ગયા કે ? કંઈ ખાવું છે ?’

દાદો સહેજ ઝબક્યો. ખુડીને જોઈ તેની આંખમાં હેત આવ્યું. ઝાંખા અજવાળામાં તે છોડીને જોતો બોલ્યો : ‘ખુડી કે ? બેટા, શું છે ? શું લાવી છે ?’

અને દાદાના કાન પાસે મોં લઈ જઈ ખુડી બોલી : ‘આઇસ્ક્રીમ !’…..

…..અને દાદો ખુડીના આગ્રહથી, થોડો બેઠો થઈ પડિયો મોંઢે વળગાડી આઇસ્ક્રીમ પીવા લાગ્યો. પીતાં પીતાં પોતાની ધોળી મૂછો પલળતી તેને હથેળી વતી સાફ કરતો જતો હતો.

…હા, કેટલાક વાચકો જાણી ગયા હશે કે આ ડોસો તે માજા વેલો.

‘સુંદરમ્’ ની આ યાદગાર વાર્તા ‘માજા વેલાનું મૃત્યુ’ અંક 196 માં ઇ.સ.1940માં ‘કુમાર’માં પ્રગટ થઈ.

આઇસ્ક્રીમની ટાઢક માજાને કેવો સંતોષ આપે છે ! જુઓ :

માજો વેલો બોલ્યો : ‘આવ, મારા દીકરા, સો વરસની થજે.’ કહી તેણે ખુડીના માથે હાથ મેલ્યો. ‘વના, મારી ખુડીને સારો વર પરણાવજે, હોં કે !’ અને ‘ખોડિયાર મા ! ખોડિયાર મા ! ’ બોલતાં ડોસાએ ભત્રીજાના ખોળામાં માથું ઢાળી દીધું.

ગુજરાતી સાહિત્યનું ગૌરવ એવી અનેક વાર્તાઓ ‘કુમાર’નાં પાનાંઓ પર પથરાયેલી છે. આ બધું બીજે ક્યાં મળશે !

‘કુમાર’ માસિકની પ્રવૃત્તિ જેને પ્રાણ સમી હતી તે કલાગુરુ રવિશંકર રાવળે માજા વેલાનું કલ્પના-ચિત્ર આબેહૂબ દોર્યું છે.

Advertisements

0 Responses to “આ ડોસાને ઓળખ્યો ?”



  1. ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 8,857 hits

સંગ્રહ

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   માર્ચ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: