06
એપ્રિલ
10

‘કુમાર’ની કાંધે બેઠેલો દીકરો

‘કુમાર’ની કાંધે બેઠેલો દીકરો

સ્વ-પરિચય : રમેશ બાપાલાલ શાહ — ૭૦૩, નૂતન નિવાસ, ભટાર માર્ગ, સુરત (મોઃ ૦ ૯૪૨૭૧ ૫૨૨૦૩)

ચાલતા રહેવાનો આ મંત્ર જાણે કે મને ગળથૂથીમાં જ મળી ગયો ! મારો જન્મ ઇ.સ.૧૯૩૭નાં સપ્ટેંબર મહિનાની ૧૦મી તારીખે, અને જોગાનુજોગ એ મહિનાના ‘કુમાર’ના અંકના માધુકરી વિભાગની કાવ્યપંક્તિ મારા કાનમાં મંત્ર ફૂંકી ગઈ : ‘સખે ! વિચરવું પથે, નહિ જ સિદ્ધિ આઘી રહે.’ અને પછી તો આજની ક્ષણ સુધી ‘કુમાર’ સાથેનું સખ્ય અતૂટ અને સતત રહ્યું છે.
બાપની કાંધે બેઠેલો દીકરો વધુ દૂરનું જોઈ શકે છે એવો લાભ મને પણ ‘કુમાર’ની કાંધે બેસીને મળ્યો છે.

સુરેન્દ્રનગરની એન.ટી.એમ. હાઇસ્કૂલમાં ગણિતના શિક્ષક, વંકાણી સાહેબ વર્ગ માટે દાખલો બોર્ડ પર લખે, પણ પહેલી બેન્ચ પર બેઠેલા અમે ત્રણ મિત્રો માટે એથી અઘરો દાખલો અમારી બેન્ચ પર લખી ગણવા આપે ! અઘરું હોય ત્યાં જ હાથ મારવો એ શિક્ષણ એવું ફળ્યું કે જીવનમાં કેટલાયે અઘરાં દાખલાઓ સહજ લાગ્યા છે.
એસ.એસ.સી. પછી મુંબઈની, ‘આઇ વીલ એન્ડ આઇ કેન’ મુદ્રાલેખવાળી જયહિંદ કોલેજ અને પછી ભારતીય સંસ્કાર આપતી ભવન્સ કાઁલેજમાં ભણી બી.એ.ની ડીગ્રી લીધી.
વ્યવસાયની પસંદગી તો અનાયાસે જ થઈ. જે.જે.આર્ટ સ્કૂલમાં કળાના પાઠ ભણવાનો મોકો ન મળ્યો તો વિધાતાએ પૂરક બનીને મસ-મોટું ફલક આપ્યું અને મને ટેક્ષ્ટાઈલ પ્રિન્ટંગ માસ્ટર બનાવી દીધો ! એ વ્યવસાયમાં ૩૩ વર્ષ કામ કરીને કરોડો મીટર કાપડ છાપવાનો –પસંદગીની ડિઝાઇનો અને એને મનભાવન ‘કલર-સ્કીમ’ આપવાનો લાભ મને આ સિવાય બીજે કયાં મળે ! છેલ્લે છેલ્લે સુરતમાં કરેલું કામ જોઈને જ વેપારીઓ ઓળખી જતાં કે આ પ્રિન્ટ આર.બી.શાહ સાહેબની છે –જાણે કે સિગ્નેચર આઇટમ !

આ વર્ષોમાં એક વહેણ સમાંતર ચાલ્યું. ‘કુમાર’ જયાં આંગળી મૂકે એ બધાં જ વિષયમાં ઊંડા ઉતરવું. સાહિત્ય-કળા-સંગીતના વિષયોમાં ‘કુમારે’ મને ખૂબ દોડાવ્યો. હું પણ દોટ મૂકીને દોડ્યો. એ વર્ષોમાં મુંબઈની આર્ટ ગૅલેરીઓમાં સતત જવાથી કેટલાયે જાણીતા ચિત્રકારોનો પરિચય થયો. જાણીતા કવિ-લેખક-ચિત્રકાર શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનો પરિચય થયો. એમણે જહાંગીર આર્ટ ગૅલેરીના પગથિયાં પર બેસી વાત વાતમાં એમની રચેલી કૃતિ ‘સૂર્ય અસ્ત હો ગયા, ગગન મસ્ત હો ગયા’ મને ગાઈ સંભળાવેલી. દરેક નવાં પ્રદર્શન વખતે એ.એ.આલમેલકર ઉદ્ઘાટનના સમયથી ખૂબ વહેલા આવી નિરાંતે ચિત્રો જોતાં, અમે તેમની સાથે થતાં અને તેઓ અમને ચિત્રકારોની કૃતિઓમાંની ખૂબીઓ સમજાવતાં. પછી તો તેમના પાયધૂનીના ધરે વારંવાર જવાનું થતું. કૃષ્ણ હેબ્બાર, આરા, સાવંત, સધ્વાલકર, બી.પ્રભા જેવા અનેક કલાકારો પાસે શ્રોતા બનીને અઢળક વાતોનો ખજાનો જમા કરતો. આ બધું ‘કુમાર’ની પૂર્તિ જેવું લાગતું.
‘કુમાર’માં દર મહિને આવતા અતિ ઉત્તમ અને પ્રેરણાદાયી જીવનચરિત્રો હંમેશા એક અમીટ છાપ ઊભી કરતાં. આવા વિશિષ્ટ ચરિત્રોએ જીવન પ્રત્યે સમતોલ દષ્ટિ કેળવવાના પાઠ ભણાવ્યા છે.
૦૦૦
વર્ષોથી શત્રુંજય તીર્થની ખાસ યાત્રાએ જતાં મારા પિતાશ્રી એક વર્ષ હૃદયની બિમારીને કારણે ન જઈ શકયાં, એમને આ સતત ખૂંચ્યા કરતું. એ જોઈ મને થયું કે ઘરે બેઠાં પણ લોકો યાત્રા કરી શકે એવી ફિલ્મ બનાવવી, અને સર્જન થયું ‘વંદું વાર હજાર’ નામની દશ્ય-શ્રાવ્ય ફિલ્મનું. ઘણી સામાજીક સંસ્થાઓએ આ ફિલ્મના શો કર્યા અને એ દ્વારા અનેક લોકોએ આ તીર્થની ‘ભાવયાત્રા’ કરી.
૦૦૦
વ્યવસાય નિવૃત્તિ પછી મુનિરાજ શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજની સાથે નિકટતા થતાં એમના સંસ્કારપ્રેરક લખાણોનું સંપાદન કરી ‘પાઠશાળા’ નામનું દ્વૈ-માસિકનું પ્રકાશન કરવાનું મળ્યું છે, એ કામ પણ અનેક રીતે ફળ્યું. વળી એ નિમિત્તે પુસ્તક પ્રકાશનની ગમતી પ્રવૃત્તિનાં મંડાણ થયા. એમાં પણ ‘કુમાર’ નો ‘ટચ’ તો ભળ્યો જ !
નિવૃત્તિ પછી એક અન્ય પ્રવૃત્તિ પણ આદરી –લેખનની. ‘કુમાર’ તો ખરું જ, ઉપરાંત સમકાલીન, ભૂમિપુત્ર અને સુરતના દૈનિક ગુજરાતમિત્રમાં છપાતું રહ્યું જે ગયે વર્ષે ‘પાન ખરે છે ત્યારે…’ શિર્ષકથી પુસ્તક બન્યું.
જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં ‘કુમાર’નો અનન્ય સાથ રહ્યો છે. એના અનુસંધાને ’કુમાર’ના વાર્ષિક સાંકળિયાઓની ઝેરોક્ષ ફાઈલો બનાવી અનેક રસિયાઓ સુધી પહોંચાડી. એ જ ધૂન આગળ વધારતાં ‘કુમાર-કોશ’ તરીકે ૪૦,૦૦૦થી પણ વધુ શિર્ષકોને કાઁમ્પ્યુટરની મદદથી ‘સર્ચ-એન્જિન’ બનાવી કોઈ પણ વાનગી પળવારમાં સ્ક્રીન પર આવી જાય એવી ગોઠવણ દસ વર્ષની જહેમતથી તૈયાર કરી. એટલું જ નહીં, એ બધી સામગ્રી સાથે ‘આજ’નો તાલમેલ કરી શકે એવી અનેક પૂર્તિઓ પણ ઉમેરી, ચિત્રો ઉમેર્યા, કેટલાયે ગીતો-કાવ્યોની ઓડિઓ ફાઈલો ઉમેરી, જીવનચરિત્રો સાથે દેશ-વિદેશના કેટલાયે મહાનુભવોની વિડિઓ ફાઈલો પણ ઉમેરી. વળી શાસ્ત્રીય સંગીત જેવી અભ્યાસપૂર્ણ લેખમાળાઓમાં આવેલાં દરેક રાગનાં આરોહ-અવરોહ-પક્કડ તથા જાણીતી ચીજોની પણ ઓડિઓ-વિડિઓ ફાઈલો ઉમેરી છે. આમ આ મૂલ્યવાન ‘કુમારકોશ’ને હવે મહામૂલ્યવાન બનાવી રહ્યો છું. એમાં મૂકાયેલા સર્ચ એન્જિનની કરામત તો એવી અદ્ભુત છે કે કોઈ શબ્દ (વિષય કે લેખક કે કલાકાર ઉપરાંત સંગીત, શ્રદ્ધા, કમળ, મૃત્યુ, રોગ –વગેરે કોઈપણ શબ્દ) ટાઈપ કરો કે ક્ષણ વારમાં એ શબ્દો સાથે સંકળાયેલા અને છપાયેલા લેખ કે કાવ્ય કે ચિત્ર સ્ક્રીન પર હાજર થઈ જાય !
‘કુમાર’માંથી મેં પારાવાર મેળવ્યું છે. અન્ય કોઈ પણ ઉત્સુકને આ બધું એક સાથે મળી જાય એવી મારી તમન્ના છે, જે આ ભગીરથ કાર્યને વેગવંતુ બનાવવાના પાયારૂપ છે.
‘કુમારકોશ’ની જેમ ગુજરાતી ભાષાના અનેક સમૃદ્ધ સામાયિકોને આ સ્વરૂપે ઉપલબ્ધ કરી લેવા જોઈએ અને આપણા આ ભવ્ય વારસાને સાચવી લેવા જોઈએ.

Advertisements

6 Responses to “‘કુમાર’ની કાંધે બેઠેલો દીકરો”


 1. 1 KETAN P BHANSALI
  એપ્રિલ 23, 2010 પર 2:00 પી એમ(pm)

  GOOD EFFORTS BY A REAL ‘KUMAR’ FAN. YOU MAY ALSO HELP TO MAKE ORIGINAL KUMAR STRONGER BY CAPTURING MORE READERSHIP.

  CONGRATUALSTIONS ! FOR SUCH A SICERE EFFORTS.

 2. જૂન 24, 2010 પર 5:19 પી એમ(pm)

  સરસ પરિચય .

  રમેશભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  રમેશભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

 3. જૂન 25, 2010 પર 12:30 પી એમ(pm)

  Salute Sir!! Simply Superb and exhaustive work. This will help lots of people like me.

 4. 4 Narendra
  જૂન 29, 2010 પર 11:13 પી એમ(pm)

  Rameshbhai, tamne jetla abhinandan apu etla ocha j lagva na che mane.
  Saras karya, saras rite karva mate, technology to mali jay parantu, tamaro je utsah ane dhagash che te zat nathi malto.
  ‘Kumar’ ni VCD banavi hoy ane jo madi sakti hoy to ichha che.
  (samay hoy tyare mail ma jawab apso to pan chalse nv_mistry@yahoo.com hu India avish tyare medvi laesh)

 5. 5 upendraroy
  જૂન 30, 2010 પર 8:48 એ એમ (am)

  Dear Rameshbhai,

  Jai Jinendra!!!!

  Many Kumar Magezine lovers asked me when I talked to them about UR KumarKosh project !!!

  When,all Kumar Magezines are available in CD form,why this labourious work?But,now,seeing this,they should realise that this Search engine like Google.U type the subject of UR interest and U land into a sea of information on that particular subject and U shall quench UR thirst of UR knowledge !!!!This is really a wonderful work and U deserve congratulations and three Salutes from UR firend…It is a tresure for the knowledge seeker !!!

 6. જુલાઇ 24, 2011 પર 12:11 પી એમ(pm)

  ૠષિકર્મ !

  આપની કાર્યનિષ્ઠા માટે શબ્દો નથી. કુમાર આપણાં સૌનું આદરણીય સામયિક છે પરંતુ આપે એને માટે જે કર્યું અને હજી પણ વધુ કરવા ધાર્યું છે તે માટે વંદન.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

 • 9,302 hits

સંગ્રહ

એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
Advertisements

%d bloggers like this: