Archive for ઓગસ્ટ, 2011

05
ઓગસ્ટ
11

ધાર્મિક શિક્ષણ ક્યાં ?

થોડાં સમય પહેલાં શાળામાં ગીતાદ્વારા ધાર્મિક શિક્ષણ આપવા નિમિત્તે ગમાઅણગમા જાહેર થયાં !

આ સંદર્ભમાં કુમારમાં(૧૯૬૫/મે) છપાયેલ આ નાનકડી વાત નેત્રદીપક છે.

ધાર્મિક શિક્ષણ ક્યાં ?

ઇંગ્લૅંડના જાણીતા કેળવણીકાર એલ.પી.જૅક્સ એક વાર એક જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ શિક્ષકની મુલાકાતે ગયા. જૅક્સે તેમને પૂછ્યું : આપની શાળાના સમયપત્રકમાં ધાર્મિક શિક્ષણને આપે ક્યાં સ્થાન આપ્યું છે ?’

પેલા અનુભવી વૃદ્ધ શિક્ષકે જવાબ આપ્યો : ‘‘અમે અંકગણિતમાં ચોકસાઈ દ્વારા ધર્મ શીખવીએ છીએ…સાચાને હાને ખોટાને નાકહેવાનું શીખવીને અમે ભાષામાં ધર્મજ્ઞાન આપીએ છીએ… ઇતિહાસશિક્ષણમાં માનવતાપરહિતેચ્છા ને કરુણા પ્રેરીને…ભૂગોળવિદ્યામાં આદરભાવ રાખતાં પ્રેરીને… ઉદ્યોગોકારીગરીમાં સાદ્યંત પરિપૂર્ણતા દ્વારા…રમતના મેદાન પર ન્યાયી અને નિષ્કપટ આચરણ વડે…અને પશુપંખી પ્રત્યે કરુણા રાખતાં શીખવીને, નોકરચાકર તરફ સભ્યતા ને ભલાઈ શીખવાડીને, એકબીજા તરફ શિષ્ટ આચાર દ્વારા અને બધી જ બાબતો સચ્ચાઈઈમાનદારી વડે ધાર્મિક શિક્ષણ આપીએ છીએ

 

Advertisements
03
ઓગસ્ટ
11

શોધ બની ઇતિહાસ !

પ્રગતિની હરણફાળમાં પાયાની શોધો ભૂલાઈ અને ભૂંસાઈ જતી હોય છે.

વર્ષો સુધી ઉપયોગી બની સહારો આપનાર ‘ટાઇપરાઇટર’ હવે તો ઇતિહાસ બની,
એનો  ‘QWERTY’ શબ્દ યાદ રૂપે આપણી આંગળીઓના ટેરવે મૂકીને અદશ્ય થયું છે.
એ શોધની વાતો કુમારે સાચવી છે (૧૯૩૮–સપ્ટેમ્બર અંક) 
અને કુમારકોશે એ લેખના પૂરક અને અલભ્ય ચિત્રો મૂકી દસ્તાવેજી બનાવ્યું છે.                                                                                                     



Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 9,017 hits

સંગ્રહ

ઓગસ્ટ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   નવેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
293031