| કુમારકોશના કેટલાક ખાસ અંકો નેટ પર મૂકાયા છે. |
| એ જોવા માટે અંક પ્રમાણે લિંક આપેલી છે. અંકો આસાનીથી જોઈ શકાશે |
| અંક – ૦૦૪ ––– આકાશદર્શનનાં પાનાં |
| http://www.facebook.com/album.php?aid=15945&id=1714952301&l=0d494d14a1 |
| અંક – ૦૮૬ ––– |
| http://www.facebook.com/media/set/?set=a.1220770735469.26142.1714952301&type=3&l=6071fc9ad3 |
| અંક – ૦૮૭ ––– કોઈનો લાડકવાયો ગીત કવિના અક્ષરોમાં, મેરી લા’કોસ્ટેનું મૂળ કાવ્ય : Somebody’s Darling |
| અંક – ૧૬૨ ––– ચમ્બાની રાવી નદી, જળકુકડી, કાજિયાં, સૌથી ઊંચું થર્મોમિટર, પક્ષીતીર્થ |
| અંક – ૧૬૫ ––– પર્સ્યુસ–એન્ડ્રોમિડાનાં નવાં દસ ચિત્રો, અલ્ અજહર મસ્જિદ, ગાતાં પંખી |
| અંક – ૧૪૬ ––– માર્કોની, સુએઝ નહેર, સારસ, આપણે કેમ બોલી શકીએ છીએ, આઠ ઍડવર્ડો |
| અંક – ૨૨૩ ––– મિસરનો લહીયોતથા અન્ય, પ્રથમ હિંદ મહાસભા બેઠક, અલ કાહિરા |
| અંક – ૨૨૭ ––– અકબર બાદશાહનાં ચિત્રો |
| અંક – ૨૭૧ –– સર જ્હોન એવરેટ મિલેની ૨૦ જેટલી કલાકૃતિઓ, ડર્બન |
| http://www.facebook.com/album.php?aid=15921&id=1714952301&l=a59c681051 |
| અંક – ૩૨૮ –– ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોઘના દુર્લભ ૨૧ સેલ્ફ પોર્ટ્રેટ્સ તથા અન્ય કલાકૃતિઓ, |
| http://www.facebook.com/album.php?aid=16396&id=1714952301&l=74564616ee |
| અંક – ૩૫૬ ––– દેશ દેશના રાષ્ટ્ર ધ્વજ અને માહિતી, |
| અંક – ૩૯૫ ––– ભગવાન બુદ્ધના જીવનનાં ચિત્રો |
| અંક – ૪૧૯ ––– લુવ્ર મ્યુઝિયમ અને ત્યાંની કલાકૃતિઓ |
| http://www.facebook.com/album.php?aid=15332&id=1714952301&l=a67e59436b |
|
|
| અંક – ૪૧૫ ––– ચંદીગઢ, પ્રજ્ઞાપારમિતા, બોરોબુદુર |
| http://www.facebook.com/album.php?aid=15909&id=1714952301&l=1e8460d628 |
| અંક – ૪૩૩ ––– બૅંગકોક, મલ્ટીપલ ઍક્સ્પોઝર ફોટોગ્રાફી, કલાકાર માર્ક શૅગલનાં ચિત્રો |
| અંક – ૪૮૪ ––– ગ્લૉબ થીએટર, ટૅમ્પેસ્ટ, ઉટીનું ટૅલિસ્કોપ, રિચર્ડ બન્કમિન્સ્ટર ફુલર, રાજકુમારી અમ્રતકૌર, કલાકાર ઝ્યાં કૉક્તૉ |
| અંક – ૫૨૪ –– કલાકાર ઇન્દ્ર દુગડનાં નવાં ૧૫ ચિત્રો, બાળગાંધર્વ, સિમ્પ્લીસિસિમુસ મેગેઝિન |
| અંક – ૫૨૫ ––– નક્ષત્રોનાં ૧૬ વિશિષ્ઠ ચિત્રો/તસવીરો, ઑપ કળાનાં આઠ ચિત્રો, હાઇડલબર્ગ, |
| અંક – ૬૧૩ ––– દરિયાખેડુ ફ્રાન્સિસ ચિચેસ્ટર, શુક્ર ગ્રહ, પ્રાચીન સિક્કા, વિખ્યાત ગાયિકા બેગમ અખ્તર, ગુલછડી પુષ્પ, ચીકુ, લન્ડી ટાપુ |
| અંક – ૬૨૯ ––– કલાકાર કનુ દેસાઈનાં ૨૮ જેટલાં પૂર્ણરંગી ચિત્રો, પર્શિયન ફિઝીશિયન અવિસેના, કરંજનાં ચિત્રો, હરદ્વાર, થોમસ ગ્રે |
| અંક – ૬૪૮ ––– પીટર પૉલ રૂબિન્ઝનાં ૧૬ નવાં પૂર્ણરંગી ચિત્રો |
| અંક – ૬૫૬ ––– સંત ગાડગે મહારાજ, ફાઇબર ઑપ્ટીક્સ, હેન્રી મૂરનાં નવાં બાર જેટલાં પૂર્ણરંગી શિલ્પો |
| અંક – ૭૬૦ –– કલાકાર હોકુસાઈના તથા ‘નાગ’ વિષેના લેખને અનુરૂપ ચિત્રો–તસવીરો |
| http://www.facebook.com/album.php?aid=16038&id=1714952301&l=d801668954 |
| અંક – ૭૮૮ –– પ્રીતિ સેનગુપ્તાના પ્રવાસ લેખના અનુસંધાને સીદી બૂ સૈદની તસવીરો |
| http://www.facebook.com/album.php?aid=15966&id=1714952301&l=e2834b8774 |
| અંક – ૭૯૦ –– પ્રીતિ સેનગુપ્તાના પ્રવાસ લેખના અનુસંધાને ટ્યુનિસ મ્યુઝિયમની કળા |
| http://www.facebook.com/album.php?aid=15967&id=1714952301&l=47880f02ea |
ધાર્મિક શિક્ષણ ક્યાં ?
થોડાં સમય પહેલાં શાળામાં ‘ગીતા’ દ્વારા ધાર્મિક શિક્ષણ આપવા નિમિત્તે ગમા–અણગમા જાહેર થયાં !
આ સંદર્ભમાં કુમારમાં(૧૯૬૫/મે) છપાયેલ આ નાનકડી વાત નેત્રદીપક છે.
ધાર્મિક શિક્ષણ ક્યાં ?
ઇંગ્લૅંડના જાણીતા કેળવણીકાર એલ.પી.જૅક્સ એક વાર એક જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ શિક્ષકની મુલાકાતે ગયા. જૅક્સે તેમને પૂછ્યું : ‘આપની શાળાના સમયપત્રકમાં ધાર્મિક શિક્ષણને આપે ક્યાં સ્થાન આપ્યું છે ?’
પેલા અનુભવી વૃદ્ધ શિક્ષકે જવાબ આપ્યો : ‘‘અમે અંકગણિતમાં ચોકસાઈ દ્વારા ધર્મ શીખવીએ છીએ…સાચાને ‘હા’ ને ખોટાને ‘ના’ કહેવાનું શીખવીને અમે ભાષામાં ધર્મજ્ઞાન આપીએ છીએ… ઇતિહાસશિક્ષણમાં માનવતા–પરહિતેચ્છા ને કરુણા પ્રેરીને…ભૂગોળ–વિદ્યામાં આદરભાવ રાખતાં પ્રેરીને… ઉદ્યોગો–કારીગરીમાં સાદ્યંત પરિપૂર્ણતા દ્વારા…રમતના મેદાન પર ન્યાયી અને નિષ્કપટ આચરણ વડે…અને પશુ–પંખી પ્રત્યે કરુણા રાખતાં શીખવીને, નોકર–ચાકર તરફ સભ્યતા ને ભલાઈ શીખવાડીને, એકબીજા તરફ શિષ્ટ આચાર દ્વારા અને બધી જ બાબતો સચ્ચાઈ–ઈમાનદારી વડે ધાર્મિક શિક્ષણ આપીએ છીએ ’
શોધ બની ઇતિહાસ !
પ્રગતિની હરણફાળમાં પાયાની શોધો ભૂલાઈ અને ભૂંસાઈ જતી હોય છે.
દેશભક્તિ
બે દિવસ પછી યાદગાર ઑગસ્ટ મહિનો આવશે.
કુમારકોશમાં બધ્ધું જ છે…જુઓ અને મેળવો !
કુમારમાં પ્રકાશીત લેખો, વાર્તાઓ, કવિતાઓ, ચિત્રો અને બધું જ, કશું બાકી નહીં…
બધી જ વાનગીઓનો પૂરો રસથાળ હાજર (પહેલાં અંકથી હજારમાં અંક સુધીનાં શીર્ષકો.
એમાંથી જોઈતું પસંદ કરી એ વાનગી ફક્ત એક ઇ–મેઇલ કરો અને મેળવો…
આ રહી એ યાદી; ડાઉનલૉડ કરવા માટે નીચે ક્લિક કરો
‘કુમાર’ જુલાઇ/૨૦૧૧નાં અંકમાં ‘કુમારકોશ’
વાચકો માટે હકારાત્મક જીવન ઘડતર અને પરિણામે વાચકોને મળતી હકારાત્મક જીવન શૈલી. ‘કુમાર’નું આ પરમ લક્ષ્ય !
આ લક્ષ્યને સતત સાથ રાખી ‘કુમાર’ સ્વયં ઘડાતું રહ્યું, વાચકોને ઘડતું રહ્યું.
પાને પાને રજુ થતાં કાવ્યો; ચિત્રો; ચરિત્રો; ચિંતનાત્મક લેખો; વાર્તાઓ…પૂરક રહ્યાં.
મુરબ્બી શ્રી રવિશંકર રાવળનું આ ધ્યેય; એને એવા જ સક્ષમ સંપાદક શ્રી બચુભાઈએ સુપેરે શણગાર્યું.
અંક ૧૨૦માં કવિ સ્નેહરશ્મિનાં કાવ્ય ‘એકોઽહં બહુસ્યામ્’ પરિચયમાં સંપાદક લખે છે: આનંદમાંથી જગતની ઉત્પત્તિ તથા વિકાસ થયાં છે. આવા કાવ્યો અને આવી સમજણ વાચક મનમાં હકારાત્મક જીવન શૈલીની એક સદાકાળ ટકે તેવી છાપ ઉભી કરે છે. (આજનો છાપાળવો મનુજ ખોટી જીવન શૈલીનો ભોગ બની કેવાં કેવાં ડિપ્રેશનમાં જીવે છે અને પળે પળે ભગવાનને કહેતો ફરે છે કે તેં આવી જનમટીપની સજા મને કેમ કરી ?)
એક અન્ય કાવ્ય ‘જલધિમોજ શો’ (કવિ પ્રહલાદ પારેખ) પણ આવો જ હકારાત્મક ભાવ પ્રગટ કરે છે:
તુટો નવ તુટો પહાડ, કણ વા ખરો ના ખરો,
નહિ જલધિમોજ એ કદિ ય ચિત્ત ચિંતા ધરે;
પ્રફુલ્લ મુખ ઉરગીત સહુ અંગથી નાચતાં
વહી સતત કાંઠડે ભીષણ પર્વતે આથડે.
હું યે જલધિમોજ શો ક્યમ કદી ય ચિંતા ધરૂં.
તૂટે મનુજદુ:ખનો અડગ શો ઊભો પ્હાડ આ ?
ઉરે હું લઈ ગીત ને સ્મિત તણી ધરી દીવડી
યુગોયુગ તણા પહાડ પર હું પડું આથડી.
વાચકોને અનુરોધ
- ભાઈશ્રી
કુમારના રસિકજનનું સ્વાગત.વર્ષો પહેલાનાં અંકો જે હાલતમાં હોઈ શકે તેની ખૂબ જ માવજત કરીને તેની જેપીજી ફાઇલો લાખો રૂપિયાનો મોટો ખર્ચ કરીને સંસ્થાએ તૈયાર કરાવેલ છે. ઓછા ડીપીઆઇમાં છે એટલે પાનાં જોવા–વાંચવા સરળ નથી. (તેની પીડીએફ ફાઇલો પણ હવે શક્ય નથી)આટલું થવા છતાં પણ તેમાં સર્ચ–એન્જિન જેવી કોઈ જ સુવિધા હતી જ નહીં એ સુવિધા મેં વર્ષોની જહેમત કરીને કરી છે. તેમાંથી ‘ગુલાલ’ કરી ચાહકો સુધી પહોંચાડવાનું અભિયાન આદર્યું છે.રસોઈ સ્વાદિષ્ટ છે. રજતપાત્રમાં કે પતરાળીમાં તે ગૌણ છે.
સર્ચ–એન્જિનનો જાદુઈ ચિરાગ
કુમારકોશની વૅબસાઈટ શરૂ થઈ ચૂકી છે.
કુમારપ્રેમીઓને કુમારના શરૂઆતથી આજ સુધીના અંકોની સામગ્રીમાંથી જે જોવું હશે, જે જોઈતું હશે તે આપવા માટે તત્પર આ વૅબસાઇટનાં શ્રીગણેશ થઈ ગયા છે.
વૅબસાઈટ પર પહોંચવા માટે –––––












તાજેતરની ટિપ્પણીઓ